શા માટે તપોવન જ.........

- તપોવન એટલે શિસ્ત,સંસ્કાર અને સંયમનો સમન્વય
- જ્યાં શિક્ષણ ની સાથે સંસ્કાર નું સિંચન થાય છે.
- જ્યાં શિક્ષક વિદ્યાર્થીઓને માતાપિતાની ખોટ પૂરી પડે છે.
- બાળકના મનમાં અને આત્મામાં રહેલ શ્રેષ્ઠ તત્વોનું પ્રકટીકરણ

Saturday, 24 March 2012

શાળા વિશે....

અમારી શાળા જેતપર વિસ્તારની સર્વશ્રેષ્ઠ પરિણામ ધરાવતી શાળા છે.આદર્શ શાળા એટલે જ્યાં સારા સંસ્કાર,શિસ્ત ,અને સંયમનો સમન્વય હોય.આ તમામ વસ્તુ અમારી શાળાએ શાળાના આચર્યશ્રી તથા તેમના અનુયાયી(શિક્ષકગણ) દ્વારા પ્રાપ્ત કરેલ છે.અમારા વિદ્યાર્થીઓએ  આ શાળાને જીલ્લા,તાલુકા કક્ષાએ ખુબ જ ગૌરવ અપાવ્યું છે.ગૌરવ એને કહેવાય કે જેના દ્વારા શાળાની ઓળખ થતી થાય અને આજ ઓળખ અમારી  શાળાના વિદ્યાર્થીઓએ અને વાલીગણે  ઉભી કરેલ છે.આ શાળામાંથી નિયમિત અભ્યાસ કરી સારી જગ્યાએ પ્રવેશ અને નોકરી મેળવીને  એક મણકાની માળા બનીને,એક પુષ્પરૂપી સુવાસ ફેલાવીને આ શાળાની ઓળખ છતી કરી છે.અમારી શાળામાં વિદ્યાર્થી પોતાના ઘરને  પણ ભૂલી જાય છે.આનું કારણ માત્ર અમારી શાળાના સારા સંસ્કાર અને સારું શિક્ષણ. શાળામાં પ્રકૃતિમય વાતાવરણ ઉભું કરવા શાળાના પ્રવેશદ્વારથી જ અમારી શાળાના સુંદર અને આકર્ષિત બગીચાની શરૂવાત થાય...

Friday, 23 March 2012

આપણે સૌ જાણીએ છીએકે, શાળાએ તો વિદ્યાનું પવિત્ર ધામ જેને આપણે વિદ્યાનું મંદિર પણ કહીએ છીએ. જ્યાં શિક્ષણ,સંસ્કૃતિ,સંસ્કાર અને સભ્યતાનું સિંચન થાય છે. શાળામાં સાંસ્કૃતિક અને ઇતર પ્રવૃતિઓ, પરીક્ષાનું આયોજન, ઉત્સવ ઉજવણી, શૈક્ષણિક પ્રવાસના આયોજનનો સમાવેશ કરવામાં આવે છે. શાળાએ એકજ પરિવાર છે એવી ભાવનાને જાગૃત કરે તેવા શાળાના ટ્રસ્ટી, આચાર્ય, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ વચ્ચે સેતુ સમાન છે.શાળાએ પરંપરાગત પધ્ધતિથી શૈક્ષણિક અનુભવોની સાથે-સાથે જ્ઞાન, વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં અદ્યતન શૈક્ષણિક પધ્ધતિ, પ્રયુક્તિના અભિગમના ઉપયોગની શરૂઆત કરી દીધી છે. જેનું સમગ્ર સંચાલન વિષય શિક્ષકો દ્વારા જ થાય છે. અમારી શાળાના શિક્ષકો આ સમગ્ર જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવે છે.આજના શિક્ષણમાં સાધનો વધ્યા છે.ભણવવાની ટેકનિકો વધી છે. ભણાવનારાઓની સંખ્યા વધી છે. અભ્યાસક્રમોની સંખ્યા પણ વૃધ્ધિ પામી છે.પંરતુ...આમ છતાં સાચું શિક્ષણ...

Page 1 of 11

 
".
Design by chetan build site with us | Bloggerized by chetan patel -